Anubandham Portal | New Registration-Login | અનુબંધમ રોજગાર પોર્ટલ | Anubandham Application

Anubandham Portal | New Registration-Login | અનુબંધમ રોજગાર પોર્ટલ |Anubandham Application

Related searches:
Anubandham portal app
Anubandham registration & login
Anubandham rojgar portal
Anubandham gujarat job
Anubandham password
Anubandham profile edit
Anubandham Helpline Number
Anubandham portal registration
Anubandham forgot password

Anubandham Portal Gujarat

Anubandham: નોકરી મેળવવા ઈચ્છતા બેરોજગાર યુવાનો અને નોકરી આપવા માગતા નોકરી દાતાઓનો સમન્વય એટલે અનુબંધમ પોર્ટલ.જેઓ નોકરીની શોધમાં છે અને વિવિધ જગ્યાઓ પરથી નોકરી વિશેની વિગતો મેળવવા માગતા હોય તેમને અનુબંધમ એપ ઘણી જ ઉપયોગી થઈ શકે છે. આ એપની મદદથી વિવિધ નોકરીઓ શોધવા સહિતની મહત્વની જાણકારી પ્રાપ્ત થશે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ' ના દિવસે Anubandham Portal અને Mobile Application નું લોન્‍ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્‍વય થશે, જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારીઓ મળી શકે.

Anubandham Gujarat Portal, New Registration, Login | અનુબંધમ રોજગાર પોર્ટલ | Rojgar Kacheri Registration | Anubandham Application Download

ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકો માટે નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે.

જેમનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે અને હવે નોકરીની શોધમાં છે તેઓને વધુ એક સુવિધા પ્રાપ્ત થશે. સરકારી અને સરકારી વિભાગો દ્વારા તથા રોજગાર મેળા દ્વારા કરવામાં આવતી ભરતીની અને તે સહિતની અન્ય નોકરીની વિગતો એક જ સ્થળ પરથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ એપ તૈયાર કરવામાં આવી છે.

Anubandham Application Download

નોકરી શોધવા માટે લોકોએ આમથી તેમ ભટકવું ના પડે તે માટે એક જ એપ પરથી તમામ વિગતો પ્રાપ્ત કરી શકાશે. જેઓ બેરોજગાર છે ને રોજગારી ની શોધમાં છે તેવા તમામ ઉમેદવારો માટે રાજ્ય સરકારની એક એપ બહુજ ઉપયોગી સાબિત થશે.

Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે. નીચેની આપેલી લીંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.


Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે ITI અને વિવિધ કેન્‍દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online દ્વારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષિત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.

Anubandham registration & login

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં રોજગાર મેળવવા માંગતા ઉમેદવાર ઘરે બેઠા anubandham.gujarat.gov.in પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરીને નોકરી શોધવાથી લઈને અરજી કરવી, જોબ પોસ્ટીંગ એલર્ટ, રોજગાર ભરતી મેળા વગેરેની મહિતી ઓનલાઈન મેળવી શકશે.

Anubandham Portal | New Registration-Login | અનુબંધમ રોજગાર પોર્ટલ | Anubandham Application

➡️ સૌપ્રથમ Search Engine માં “Anubandham Portal” ટાઈપ કરો.

➡️ ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register”  બટન પર ક્લિક કરવું.

➡️ જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.

➡️ ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.

➡️ OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.

➡️ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.

➡️ ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

Anubandham Profile Edit

પોર્ટલ પર નોંધણી કરાવ્યા પછી, ઉમેદવારોએ પોર્ટલ પર સેવાઓનો ઉપયોગ કરવા સક્ષમ બનતા પહેલા તેમની પ્રોફાઇલ Edit કરવી પડશે.  પ્રોફાઇલમાં વધુ માહિતી ઉમેરીને Edit કરવા માટે, પ્રક્રિયા બે શ્રેણીઓ માટે અલગ હશે.  તેને સંપાદિત કરવા માટે પ્રોફાઇલ ડેશબોર્ડમાં "Edit" પર ક્લિક કરો.

નોંધણી સમયે દાખલ કરવામાં આવેલી તમામ માહિતી પૂર્વ-ભરેલી હશે.  ઉમેદવારો કે જેઓ નાગરિકોને રોજગારી આપવા ઈચ્છે છે તેમના કિસ્સામાં, તેઓએ સંસ્થાને લગતી વિગતો અને હાલમાં ઉપલબ્ધ જગ્યાઓ દાખલ કરવાની રહેશે.

જો કે, નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને નોકરીના અનુભવો જેવી વ્યાવસાયિક વિગતો દાખલ કરવી પડશે. "*" સાથે ચિહ્નિત થયેલ તમામ વિગતો દાખલ કરો.  અંતે, રોજગારના પ્રકાર મુજબ પ્રોફાઇલ Edit કર્યા પછી, ઉમેદવારોએ બધી ઉલ્લેખિત માહિતી સાચવવાની જરૂર છે કારણ કે તેનો ઉપયોગ નોકરી માટે અરજી કરતી વખતે અથવા નોકરી માટે ઉમેદવારોને નોકરી પર રાખતી વખતે કરવામાં આવશે.

Gujarat Anubandham Helpline

રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

Office Address:- Block No.1, 3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

close