Government Hostel Admission 2024 | Document List, Eligibility, Apply Online

Government Boys and Girls Hostel Admission 2024 | Document List, Eligibility, Apply Online


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

Government Boys and Girls Hostel Admission 2024 | Document List, Eligibility, Apply Online
Government Hostel Admission 2024

સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગે ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ ૨૦૨૪-૨૫

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધો.૧૧-૧૨ ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુ માટે નિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે. જે સરકારી છાત્રાલયોની યાદી esamajkalyan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. 

આ સરકારી છાત્રાલયોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રવેશ મેળવવાની ઇચ્છા ધરાવતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે esamajkalyan.gujarat.gov.in પર તા.૩૦/૦૫/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Government Hostel Admission 2024


1. સરકારી છાત્રાલયમાં ફ્રેશ અને રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે.

2. સરકારી છાત્રાલયના રીન્યુઅલ વિદ્યાર્થી એટલે કે અગાઉના વર્ષમાં રેગ્યુલર સીટ ઉપર પ્રવેશ મેળવેલ હોય તેમને ગત વાર્ષિક પરિક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમીસ્ટરની સરેરાશ ટકાવારી ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૦% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ.

3. સરકારી છાત્રાલયોમાં "એ ગૃપ” મેડિકલ/ઈજનેરી અને તેને સંલગ્ન અન્ય અભ્યાસક્રમોના ફ્રેશ વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫ ની કોલેજ/સંસ્થા દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે.


4. પ્રવેશની અરજી કરનાર ફ્રેશ વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈશે. જે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં સરકારી છાત્રાલયમાં ડીફર સીટ પર એટલે કે માત્ર એક વર્ષ માટે જ શરતી પ્રવેશ આપેલ છે તેમને પણ ફ્રેશ વિદ્યાર્થી તરીકે જ અરજી કરવાની રહેશે.

5. સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા વાર્ષિક રૂ.૬.૦૦ લાખ રહેશે.

Government Boys and Girls Hostel Admission 2024 | Document List, Eligibility, Apply Online


Government Boys and Girls Hostel Admission 2024 | Document List, Eligibility, Apply Online
Hostel Admission 2024

6. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નિકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે. જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો esamajkalyan.gujarat.gov.in મા Withdraw Application ની મદદથી જાહેરાતની સમયમર્યાદામાં જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે. 

7. ઓનલાઈન અરજી કરેલ રીન્યુઅલ અને ફ્રેશ વિદ્યાર્થીએ ઓનલાઈન અરજીની કોપી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડકોપી જે તે જિલ્લાની જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.)/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ની કચેરીમાં જમા કરાવવાની રહેશે. હાર્ડકોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવા. જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે. આ કામગીરી વિદ્યાર્થીએ અરજી કર્યાથી મોડામાં મોડા તા.૦૩/૦૭/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ડોક્યુમેન્ટની હાર્ડકોપી જમા ન કરાવનારની અરજી મંજૂરી પ્રક્રિયા કે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે નહી. તેની તકેદારી રાખવી.

8. જો કોઈ વિદ્યાર્થીની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહિં.


9. વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર અરજી મંજૂર કરીને મેરીટ મુજબ પ્રવેશ આપવામાં આવશે.

10. સરકારી છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સરકારી છાત્રાલય અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.

11. સરકારી છાત્રાલયોમાં પ્રવેશ માટે છાત્રાલયના મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યા ધ્યાને લઈ નિયમોનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર પેટા અનામત (Subquota) મુજબ બેઠકો ફાળવવામાં આવે છે. જેમાં, સૌપ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને નિયમોનુસાર પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાને લઈ ખાલી રહેતી જગ્યાઓમાં નિયમોનુસાર મેરીટથી ફ્રેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

Apply Online: Click Here

close